My Bharuch

My Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from My Bharuch, Airport, BHARUCH, Bharuch.

15/08/2022
new bridge .....will looking like this,
20/05/2016

new bridge .....will looking like this,

25/10/2015

શિયાળો શરૃ થતાં જ જાતજાતના ફળો આવવા શરૃ થઈ જશે. મીઠા મધુર અને ખટ્ટમીઠા લચીલા ફળો સસ્તા થતાં હવે ખાવાનું પ્રમાણ પણ વધી ગયું છે. જેના કારણે નાગરિકોને જોઈતા મિનરલ્સ અને વિટામિન પણ ભરપૂર માત્રામાં મળે છે પણ ફળો આવે છે ક્યાંથી તે કાયમ એક પ્રશ્ન રહેતો આવ્યો છે. બાગાયત વિભાગે જાહેર કરેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં ૧૩ મહત્ત્વના ફળોનું ઉત્પાદન થાય છે. જેમાં સૌથી વધુ ફળ પેદા ક્યાં થાય છે તે જાહેર થયું છે. ફળો પેદા કરનારા નંબર વન વિસ્તારો કયા છે તેની રોચક વિગતો જાહેર થઈ છે. સૌથી વધુ ફળો પેદા કરનારો નંબર વન પ્રદેશ ભરૃચ છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ફળો ભરૃચમાં પેદા થાય છે.

તમામ ફળોમાં ટોપ ટેન પ્રદેશો
જિલ્લો ફળોનું કુલ ઉત્પાદન (ટન)
ભરૃચ ૧૧,૬૧,૭૪૨
આણંદ ૧૧,૨૮,૫૩૭
વડોદરા ૯,૭૪,૩૭૭
નર્મદા ૬,૩૮,૯૫૦
કચ્છ ૬,૦૭,૩૯૪
સુરત ૫,૯૪,૩૪૦
નવસારી ૪,૨૨,૬૭૨
ભાવનગર ૩,૭૦,૨૫૩
વલસાડ ૩,૫૩,૦૪૪
જૂનાગઢ ૩,૦૮,૨૪૧

ganeshotsav.........
19/09/2015

ganeshotsav.........

29/07/2015

news

ભરૃચ શહેરના રહેવાસીઓને દિવાળીમાં જિલ્લા કલેકટર દ્વારા એક નવી જ ભેટ આપવામાં આવનાર છે. જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા પીપીપી ધોરણે દિવાળી સુધીમાં નર્મદા નદીમાં બે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૃ કરવાની તૈયારીઓ હાથ ધરી છે. જે હેઠળ નિલકંઠળશ્વર ખાતે રૃા. ૩૬ લાખના ખર્ચ નવો ઘાટ પણ આકાર લેનાર છે. જેનો તમામ ખર્ચ કલેક્ટર કચેરી દ્વારા કરાશે.

ભરૃચ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા ભરૃચના વિકાસ માટે નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહયા છે. જે હેઠળ ઝાડેશ્વરની સામેની તરફ આવેલા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદર પાર્ક બનાવામાં આવ્યો છે. ગોલ્ડન બ્રિજથી શુકલર્તીથ અને કબીરવડ સુધી નર્મદા નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બનાવાની યોજના પણ તૈયાર કરાઇ છે. જેમાં મુંબઇના દરીયામાં દોડતી ધીમી અને સ્ટેડી બોટનો ઉપયોગ કરવામાં આવશે. પીપીપી ધોરણે તૈયાર થનાર પ્રોજેક્ટમાં હાલ બે બોટ મુકવાની વિચારણા કરાઇ રહી છે. ભરૃચના શહેરી વિસ્તારથી લઇ શુકલર્તીથ અને કબીરવડ સુધી નાગરીકો ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ભરૃચ દર્શન કરી શકશે. તેમજ ભરૃચના જોવા લાયક સ્થળ શુકલર્તીથ અને કબીરવડ ખાતે ઉતરી તેની પણ મુલાકાત લઇ શકશે. જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, આગામી દિવાળી આપસાસ પ્રાથમિક તબક્કે બે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૃ કરી દેવામાં આવશે.

નદીમાં સુરક્ષા માટે વિષેશ ધ્યાન રખાશે
નદીમાં તરતી બોટમાં મુસાફરોને ટેબલ પર જમવાનું પીરસાશે ત્યારે તેમની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન રાખવ માટે કલેક્ટર વિક્રાંત પાડે દ્વારા ટકોર કરવામાં આવી છે. હાલમાં દરીયામાં તેમજ નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ચલાવતી કેટલીક કંપનીઓ દ્વારા તૈયારી બતાવામાં આવી છે. પરંતુ તેમને લાઇફ જેકેટ, લાઇફ બોટ તેમજ લાઇફ ગાર્ડ સહિતની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવા માટે ટકોર કરવામાં આવી છે.

નિલકંઠેશ્વર ખાતે રૂ. ૩૬ લાખના ખર્ચ મહાઆરતી ઘાટ બનાવાશે
નિલકંઠેશ્વર ખાતે હાલ એક ઘાટ કાર્યરત છે. તે ઉપરાંત અન્ય એક નવો ઘાટ બનાવા માટે ગઉકાલે મળેલી બેઠકમાં વધુ રૃા. ૧૦ લાખની ફાળવણી કરાઇ છે. જે બાબતે વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, ઘાટ બનાવવા માટે હાલમાં રૃા. ૨૬ લાખ જેટલું ફંડ છે. જેમાં ગઇકાલે વધુ રૃા. ૧૦ લાખની ફાળવણી કરાઇ છે. આગામી દિવસોમાં નિલકંઠેશ્વર ખાતે ભવ્ય ઘાટ બનાવાશે જેને 'મહાઆરતી ઘાટ' નામ આપવાની વિચારણા છે.

ગુજરાત તેમજ અન્ય રાજયોથી હોટલ માલીકોની તૈયારીઓ
ભરૃચ નિલકંઠેશ્વર ખાતે દિવાળી સુધીમાં શરૃ થનાર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે જિલ્લા કલેક્ટર દ્વારા પીપીપી મોડેલ અપનાવાયું છે. ત્યારે ગુજરાત તેમજ આસપાસના રાજ્યોની કેટલીક હોટલના સંચાલકો દ્વારા તૈયારી બતાવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તરફથી માત્ર નદીમાં ફ્લોટિંગ માટેની પરવાનગી આપવામાં આવશે. તે ઉપરાંત તમામ જવાબદારી રેસ્ટોરન્ટ શરૃ કરનારની તેમજ કાંઠા વિસ્તારના લોકોની રહેશે.

૧૨થી ૨૦ની બેઠક વ્યવસ્થા સાથેની બોટ મુકાશે
મુંબઇના દરીયામાં તરતી ધીમી ગતીની પરંતુ પાણીમાં સ્થીર રહેતી બોટ નર્મદા નદીમાં મુકવામાં આવે તેવી શક્યતાઓ છે. જેમાં ૧૨થી ૨૦ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવશે. જેમાં તેમને તેમની પસંદગીનું ભોજન પીરસવામાં આવશે. તે ઉપરાંત બોટમાં સુરક્ષાની પણ તકેદારી રાખવામાં આવશે.

ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે નદીમાં ખાસ વિસ્તાર બનાવાશે
ભરૃચ દર્શન તેમજ ભરૃચ નજીક નર્મદા કિનારે આવેલા નિલકંઠેશ્વર, કબીરવડ તેમજ શુકલર્તીથને આવરી શકે તેવો ખાસ રૃટ નદીમાં તૈયાર કરાશે. જે રૃટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટને ફરતી મુકાશે. તેમજ રેસ્ટોરન્ટ સિવાર તે વિસ્તારમાં અન્ય કોઇ બોટને ફરવાની મંજુરી અપાશે નહિ. જેથી કોઇ પણ અનિચ્છનીય બનાવ બનાવની સંભાવાનો રહે નહિ. તેટલું જ નહિ, રેસ્ટોરન્ટમાં આવનાર મુસાફરોને ગોલ્ડન બ્રિજથી કબીરવડ સુધી ગમે ત્યાં ઘાટ પર ઉતરી જવાની સુવિધા પણ અપાશે. પરંતુ તે રૃટ તૈયાર થયા બાદ જ મુખ્ય સ્પોર્ટ જાહેર કરાશે.

25/02/2015

Airport

ગોલ્ડન બ્રિજ
24/11/2014

ગોલ્ડન બ્રિજ

Address

BHARUCH
Bharuch

Website

Alerts

Be the first to know and let us send you an email when My Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category